જસદણમાં જીતને પગલે મોરબીમાં ભાજપે વિજ્યોત્સવ મનાવ્યો

- text


મોરબી : જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયાની જીત થતા ભાજપની છાવણીમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.જસદણમાં ભાજપની જીતને પગલે મોરબી જિલ્લા ભાજપે વિજ્યોત્સવ મનાવ્યો હતો.જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના ભાજપના હોદેદારો અને કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડાની આતશબાજી કરી એક બીજા મોઢા મીઠા કરાવી જીતની ખુશાલી મનાવી હતી.

- text