મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરો

- text


શહેર કોંગ્રેસ પ્રમુખની કલેકટર ને રજુઆત

મોરબી : મોરબી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ઈન્ચાર્જ ચીફ ઓફિસરથી જ કામ ચલાવતું હોવાને કારણે પ્રજાના વિવિધ પ્રશ્નો અટવાઈ જાય છે.તેથી મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરીને મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવાની માંગ કરી છે.

- text

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી કે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા સિરામિક સીટી મોરબી નગરપાલિકામાં છેલ્લાં ઘણા સમયથી કામયી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી નથી અને ઈન્ચાર્જ ચીફ ઓફિસરથી જ કામ કામ ચલાવવામ આવે છે. આ ચીફ ઓફિસર ઈન્ચાર્જ હોવાથી મોરબી નગરપાલિકામાં વહીવટી કે સામાન્ય પ્રજાને સ્પર્શતા પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઉકેલવામાં યોગ્ય ધ્યાન આપી શકતા નથી. આથી પ્રાથમિક સુવિધાના પ્રશ્નો વધી જતાં લોકોની ધીરજ ખૂટી ગઈ છે.પરિણામ સ્વરૂપ વિવિધ વિસ્તારોમાંથી વારંવાર લોકોના ટોળા પાલિકા કચેરીમાં આવે છે. તેથી શહેરીજનોના સમયસર પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઉકેલાય તે માટે મોરબી નગરપાલિકામાં કાયમી નિષ્ઠાવાન ચીફ ઓફિસરની વહેલી તકે નિમણૂક કરવાની તેમણે માંગ ઉઠાવી છે.

- text