મોરબી જિલ્લામાં અછતની સ્થિતિ : કેન્દ્રિય ટીમનું પ્રાથમિક તારણ

- text


કેન્દ્રની ટીમેં જિલ્લાના અછતગ્રસ્ત વિરતારોની જાત તપાસ કરીને અછતની સ્થિતિનો સાચો તાગ મેળવ્યો

મોરબી : મોરબી જિલ્લામાં અછતની સાચી સ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રની અછતગ્રસ્ત ટીમે મોરબી જિલ્લાની મુલાકાત લીધી હતી.અને જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને જાત તપાસ કરીને મોરબી જિલ્લામાં અછતની સ્થિતિ હોવાનું પ્રાથમિક તારણ દર્શાવ્યું હતું.જેના આધારે આ ટિમ કેન્દ્ર સરકારને આ અંગે સવિસ્તાર અહેવાલ મોકલશે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી દુષ્કાળ જેવી સ્થિતિને પગલે રાજ્ય સરકારે અગાઉ મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ મોરબી જિલ્લાની અછતની કેવી સ્થિતિ છે તે અંગેનો રૂબરૂ તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારના અછતગ્રસ્તની ટિમના વોટર સપ્લાય વિભાગના ચેરમેન શ્રીનિવાસન. સેક્રેટરી દરજ્જાના અધિકારી સુરજીત કોર તથા ડો.મેથ્યુન સહિતના અધિકારીઓ મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.અને કેન્દ્રની આ ટીમે મોરબી જિલ્લા કલેક્ટર આર.જે.મકડીયા તથા ડી.ડી.ઓ. એસ.એમ .ખટાણા સહિતના સ્થાનિક અધિકારીઓની ટિમ સાથે માળીયા, વાંકાનેર ,હળવદના અછતગ્રસ્ત વિસ્તારમાં ખેતી તથા પાણીની સ્થિતિ તેમજ મનરેગા યોજનાની સાચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.તેમજ માળિયાના નવા ગામ ખાતે મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી મોરબી જિલ્લાની અછતની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.જેના આધારે આ ટીમે મોરબી જિલ્લામાં અછતની સ્થિતિ હોવાનું તારણ કાઢી આ અંગેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને કરશે. આ રિપોર્ટના આધારે મોરબી જિલ્લાને કેટલી રાહત તથા સહાય મળશે તે નક્કી થશે.

- text

- text