ઢુંવા પાસે સીરામીક ફેકટરીમાં ગેસ ગળતરથી એકનું મોત ,બીજો ગંભીર

- text


ફેકટરીમાં કુંડીની સફાઈ વખતે બનેલી દુર્ઘટના

મોરબી : મોરબી વાંકાનેર હાઇવે પર ઢુંવા પાસે આવેલ સીરામીક ફેકટરીમાં કુંડીની સફાઇ દરમ્યાન ગેસ ગળતર થતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું.જ્યારે બીજા શ્રમિકને ગેસ ગળતરની ગંભીર અસર થવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો.

- text

આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી વાંકાનેર હાઇવે પર ઢુંવા પાસે આવેલ સ્લોસ્કો સીરામીક ફેકટરીમાં આજે સોનુભાઈ ચોબે (ઉ.વ.35) તથા વિનોદભાઈ વર્માં(ઉ.વ. 48) નામના બે મજૂરો કારખાનાની કુંડીમાં સફાઈ કરી રહ્યા હતા .તે વખતે ગેસ ગૂંગળામણ થતા વિનોદ વર્માનું મોત નીપજ્યું હતું. જ્યારે સોનુભાઈ ચોબેને ગંભીર અસર થવાથી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ બનાવની નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text