ટંકારાના હડમતિયામા ધર્મની બહેનને ભાઈઓએ બનાવી આપ્યો આલિશાન બંગલો

- text


ધર્મની માનેલ બહેન પાસે મુળી હતી ૩ લાખ રુપિયા પણ ધર્મના માનેલ પ્રજાપતી ભાઈઓએ બહેનને બનાવી આપ્યું ૧૭ લાખનું આલિશાન મકાન

ટંકારા : ટંકારા તાલુકાના નાના એવા હડમતીયા ગામમાં સાથે કડિયા કામે આવતા ભરવાડ પરિવારના બહેનને ધર્મની બહેન માની મોરબીના પ્રજાપતિ સમાજના ભાઈઓએ રક્ષાબંધને સગાભાઇથી પણ વિશેષ ભેટ આપી બહેનને આલીશાન બંગલો બાંધી આપ્યો હતો.

હાલ જયારે હળાહળ કળિયુગમાં માનવ લોહીના સબંધો નથી ટકાવી શક્યા ત્યારે ટંકારા તાલુકાના હડમતિયાના ધુમલિયા પ્રજાપતી પરિવારે ભરવાડ સમાજમાં જોશનાબેનને ધર્મની બહેન માનેલ છે. આ ભરવાડ સમાજની જોશના નામની બહેન તેમના પિયર મોરબીમાં કડીયાકામ અર્થે આ પ્રજાપતી પરિવાર સાથે મજુરીકામે આવતી હતી સમય જતા પ્રજાપતી પરિવાર લાગણીના તાતણે જોશનાને ધર્મની બહેન માની લીધી અને આ પ્રજાપતી પરિવારે બહેનનું સગપણ પણ તેમના વતન હડમતિયામાં જ ભરવાડ સમાજમા કરાવ્યું, ભાઈના વતન હડમતિયામાં બહેન સાસરે આવ્યા પછી ભાઈઓ ખબર અંતર પણ પુછતા. એક દિવસ પ્રજાપતી ભાઈઓએ બહેનને કહ્યું…જોશનાબેન મકાન તો સારુ બનાવી લિયો..? ત્યારે બહેન ભાઈને જવાબ ન દઈ શકી પરંતું ભાઈઓ તેમની લાગણી સમજી ગયા હોય તેમ કહ્યું…બહેન તમારી પાસે કેટલી મુળી છે..? ત્યારે બહેને ધીરા આવાજે કહ્યું ૩ લાખ મુળી એકઠી કરી છે ભાઈ…!!

- text

ત્યારે સમય હતો રક્ષાબંધનનો એટલે ભાઈ-બહેનની ભાવનાઓ સાથે જોડાયેલ તહેવાર હોવાથી બહેન પ્રત્યેની આવી લાગણીથી પ્રજાપતી પરિવારે બહેનને રક્ષાબંધન નિમિતે આલિશાન ઘર બનાવી આપવાનુ વચન આપ્યું. પ્રજાપતી પરિવારના ભાઈઓમા કાનજીભાઈ, કેશવજીભાઈ, પ્રવિણભાઈ, રાજેશભાઈ બધા બહુમાળી બિલ્ડીંગ બનાવવાના કોંન્ટ્રાકટ રાખતા હોવાથી તમામ કોઠાસુઝથી બહેનને કોઈપણ જાતની ચિંતા આપ્યા વગર સિમેન્ટ, કપચી, ઈંટો, મજુરો, ગ્લેઝ જેવી તમામ મટીરિયલ્સ પોતાની શાખ પર લઈ આવી પોતાના જ હાથે બહેનને ૧૭ લાખનું આલિશાન મકાન રંગરોગાન, મિસ્રીકામ અને ગ્લેઝનું કામ પરીપુર્ણ કરી તાળુ મારીને ધર્મની જીભની માનેલ બહેનના હાથમા ચાવી અર્પણ કરી ત્યારે બહેન જોશનાની આંખમાંથી ભાવનાનું ઘોડાપુર આવી આંખોમાં જ થંભીને રહી ગયુ હતું આવા સમાજને રાહ ચિંધરાનારા કિસ્સાઓ જુજ જોવા મળતા હોય છે.

- text