મોરબીમાં બાંધકામ માટે નવો ડી.પી.પ્લાન મંજુર કરવા માંગ

- text


મોરબી : ભાજપના યુવા મોરચાના મંત્રીએ મુખ્યમંત્રીને રજુઆત કરીને મોરબીમાં બાંધકામ માટે નવો ડી.પી.પ્લાન મંજુર કરવાની માંગ કરી છે.

મોરબી શહેર ભાજપના યુવા મોરચાના મંત્રી રૂચિરભાઈ કારીઆએ મુખ્યમંત્રી તથા મોરબી વાંકાનેર શહેરી વિકાસ સતમંડળને રજુઆત કરી હતી કે મોરબી વાંકાનેર શહેરી વિકાસ સતામંડળનો નવો ડી.પી.ગામડા બાદ કર્યા પછીનો બનાવી જરૂરી ફેરફાર સુધારા સાથે સ્થાનિક લોકો , બિલ્ડરો, એન્જીનીયરો, આર્કિટેક્ટો, સામાજિક કાર્યકરો સાથે વિચાર વિમર્શ કરી નગર નિયોજક તથા ડી.પી એજન્સીને સાથે રાખી નગર પાલિકાનો અભિપ્રાય મેળવી સરકારમાં મંજૂરી આપવાની માંગ કરી છે.

- text

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, હાલ તાજેતરનો ડી.પી અમલમાં ન હોવાને કારણે બાંધકામ ઉધોગને પારાવાર નુકશાન વેઠવું પડે છે.લોકોને બાંધકામ પ્લાનની મંજૂરીની ગંભીર સમસ્યા સતાવી રહી છે. તેથી આ કામને ટોચની અગ્રીમતા આપી સરકારમાંથી વહેલી તકે નવો ડી.પી. મંજુર કરવાની તેમણે માંગ કરી છે.

 

- text