- text
માળીયા : માનવાધિકાર દિવસ ૨૦૧૮ની ઉજવણી અંતર્ગત માળીયા તાલુકામાં મહિલા ઉત્થાનને લાગતો કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ માનવ અધિકાર દિવસ ૨૦૧૮ અન્વયે માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા ખાસ કરીને યુવાન મહિલાઓ અને છોકરીઓને મનુષ્યના અધિકારોની ભાવના, અભિવ્યક્તિ, ગતિશીલતા, આજીવિકાની તકો અને યુવાનીમાં પ્રવેશ સહિતની બાબતોને લઈ ખાસ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કચ્છના નાના રણના દક્ષિણમાં માળીયા બ્લોકમાં વસવાટ કરતા બહેનો, યુવતી અને બાલિકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં અભયમ ૧૮૧ દ્વારા પણ યોગદાન આપવામાં આવ્યું હતું.
- text
- text