મોરબીમાં અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા ટાળવા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની માંગ

- text


જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની ઊર્જામંત્રીને રજુઆત

મોરબી : મોરબીમાં અકસ્માતો અને ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બની ગયો છે.ત્યારે ટ્રાકીકની સમસ્યા અને અકસ્માતો માટે જોખમરૂપ કેબલ વાયરને અંડર ગ્રાઉન્ડ નાખવાની જિલ્લા ભાજપ પ્રમુખે રાજ્યના ઉર્જામંત્રીને રજુઆત કરી છે .

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડરાએ ઉર્જામંત્રીને રજુઆત કરી હતી કે, મોરબી શહેરમાં ગીચ વસ્તી અને સાંકડા રસ્તાને કારણે ટ્રાફિક સમસ્યા કુદકેને ભૂસકે વધી છે. ત્યારે આ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે કેટલાક પગલાં લેવા જરૂરી બન્યા છે .જો કે પીજીવીસીએલ દ્વારા ગુજરાત ભરમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ મોરબીમાં હજુ સુધી અંડર ગ્રાઉન્ડ કેબલ ન નખાયા હોવાને કારણે પીજીવીસીએલને લાઇન લોસ જતું હોય છે. તેમજ અવાર નવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે .તેથી વીજળીને કારણે અકસ્માતોના બનાવ ન બને તે માટે મોરબી શહેરમાં તાત્કાલિક ધોરણે યોગ્ય રીતે અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની તેમણે માંગ ઉઠાવી છે.

- text

- text