મોરબી : ફાયરિંગ સમયે ઘટનાસ્થળે હિતુભા સહિત ત્રણ કારમાં હાજર હોવાની આરીફે ફરિયાદ નોંધાવી

- text


અમદાવાદ ખાતે સારવારમાં રહેલા આરીફ મીરે શનાળાના હિતુભા ઝાલા, મૂળરાજસિંહ ઝાલા અને વિજયસિંહ કડી તેમેજ ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

મોરબી : મોરબીમાં શનિવારની સાંજે અંધાધૂંધ ફાયરિંગ સમયે બે નહિ પરંતુ બાઇક ઉપર આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કર્યા હોવાની ધડાકો આરીફ મીરે નોંધાવેલ ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે, ચોકવનારી વાત તો એ છે કે ફાયરિંગ સમયે શનાળાના હિતુભા સહિતના ત્રણ ઈસમો સ્કોર્પિયો કારમાં હાજર હોવાનું પણ ફરિયાદમાં જણાવતા પોલીસે આ ગંભીર મામલે ફરિયાદ નોંધી બનાવની હકીકત જાણવા તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શનિવારની સાંજે મોરબીના કાલિકા પ્લોટમાં બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સોએ આરીફ મીરના ઘર નજીક ૨૫ થી ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરતા આ ધણીફૂટ ગોળીબારમાં વિશાલ બાંભણીયા નામના ૧૩ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે એક કિશોરી અને આરીફ મીર તેમજ અન્ય વ્યક્તિને ઇજા પહોંચતા આરીફ મીરને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

આ મામલે આજે મોરબી પોલીસની ટીમ અમદાવાદ સારવારમાં રહેલ આરીફ મીર પાસે પહોંચી હતી અને ફાયરિંગ પ્રકરણમાં ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરતા ઘાયલ આરીફ મીરે ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે ચાર અજાણ્યા શખ્સોએ બાઇક ઉપર આવી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. વધુમાં આરીફ મીરે પોલીસ ફરિયાદમાં ચોંકાવનારો રહસ્યસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, જ્યારે ફાયરિંગની ઘટના બની ત્યારે શનાળાના હિતુભા ઝાલા, મૂળરાજસિંહ ઝાલા અને વિજયસિંહ કડી ઘટનાસ્થળે સ્કોર્પિયો ગાડીમાં હાજર હોવાનું અને તેમને જ કાવતરું રચી આ હુમલો કરાવ્યો હોવાનું જણાવી કુલ સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે શનાળાના હિતુભા ઝાલા વિરુદ્ધ આરીફ મીરના ભાઈ મુસ્તાક મીરની હત્યાના આરોપ છે અને હાલમાં પેરોલ ઉપર છૂટ્યા બાદ ફરાર છે ત્યારે આરીફ મીરની ફરિયાદને પગલે હાલ પોલીસે ગુન્હો નોંધી ઘટનાની હકીકત જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જયારે શનિવારે ફાયરિંગ દરમિયાન લોકોના હાથે ઝડપાયેલો અને હાલ રાજકોટમાં હોસ્પિટલે સારવારમાં રહેલા શૂટરનું નામ રાજવીરસિંહ ઇન્દ્રવીરસિંહ ક્ષત્રિય (ઉ.27) રહે હાલ મોરબી, મૂળ બનારસ, યુપીનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ શખ્સ અંગે પણ વધુ વિગતો જાણવા તપાસ શરુ કરી છે.

મોરબી અપડેટના સમાચારો આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ માટે નીચેની લિંક પર ક્લીક કરો અને મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

- text