મોરબીની કલેક્ટર કચેરીના આગળના ભાગે વાહન પાર્કિંગ કરવા મનાઈ

- text


પાછળના ભાગે વાહન પાર્કિંગ હોવા છતાં આગળના ભાગે આડેધડ પાર્કિગ કરાતા કલેક્ટરે લાલ આંખ કરી

મોરબી : સામાકાંઠે શોભેશ્વર રોડ પર આવેલી કલેક્ટર કચેરીના પાછળના ભાગે નિયમ મુજબ વાહન પાર્કિંગની સુવિધા હોવા છતાં અરજદારો તો ઠીક સરકારી બાબુઓ પણ કચેરીના આગળના ભાગે આડેધડ વાહનો પાર્કિંગ કરતા પાર્કિગની સમસ્યા વકરી છે.તેથી કલેક્ટરે આ બાબતને ગંભીરતાથી લઈને કલેક્ટર કચેરીના આગળના ભાગે વાહન પાર્કિગની મનાઈ ફરમાવી છે.

મોરબીના સામાકાંઠે શોભેશ્ર્વર રોડ ઉપર આવેલી જિલ્લા કલેક્ટર કચેરીમાં વાહન પાર્કિંગની સમસ્યા વકરો છે. તેનું મુખ્ય કારણ એ છે કે, કલેક્ટર કચેરીમાં લોકોને અવર જવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ કચેરીના પાછળના ભાગે વાહન પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે.પરંતુ આળસને કારણે મોટાભાગના અરજદારો કચેરીના આગળના ભાગે જ પોતાના વાહનો પાર્ક કરે છે. ખુદ સરકારી બાબુઓ પણ નિયમોનું ઉલ્લંઘન કરીને કલેકટર કચેરીના આગળના ભાગે જ વાહનોને પાર્કિગ કરે છે .પરિણામે કલેક્ટર કચેરીમાં ઘણીવાર રેલી કે મોટા સમૂહ આવેદન આપવા આવે ત્યારે કચેરીમાં અંદર જવાની જગ્યા રહેતી નથી .તેથી આ ગંભીર બાબતને ધ્યાને લઇ અધિક કલેક્ટર કેતન જોશીએ કલેકટર કચેરીમાં આગળના ભાગે વાહન પાર્કિગની મનાઈ ફરમાવીને પાછળના ભાગે વાહનો પાર્ક કરવાની કડક સૂચના આપી છે. ત્યારે આ નિયમનું સરકારી બાબુઓ પાલન કરશે કે કેમ? તે જોવાનું રહ્યું.

- text

- text