મોરબીના કોલગેસના કદળા બાદ સીરામીક વેસ્ટનું ભયંકર પ્રદુષણ

- text


નીચી માંડલ નજીક વારંવાર ડમ્પરથી સીરામીકનો વેસ્ટ માલ નખાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ

મોરબી : મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જ્યા ત્યાં કોલગેસના કડદા ઠાલવવાની સમસ્યા વચ્ચે નીચી માંડલ ગામે અવાર નવાર સીરામીકનો વેસ્ટ માલ ગોચર જમીનમાં ઠાલવી દેવાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે.

મોરબીના નીચી માંડલ ગામે આવેલી ગોચર જમીનમાં ડમ્પર ચાલક સીરામીકનો વેસ્ટ માલ ઠાલવી ગયો હતો.આ અંગે ગ્રામજનોએ રોષ સાથે જણાવ્યું હતું કે, તેમના ગામની ગૌચર જમીનમાં અવારનવાર સીરામીકનો વેસ્ટ માલ ઠલવાતો હોવાથી ગોચર જમીનને ભારે નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે તેથી જવાબદાર તંત્ર આ બાબતને ગંભીર ગણી જમીનને થતી નુકશાની અટકાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે કેટલાક સીરામીક ઉદ્યોગકારો દ્વારા જ્યાં મનફાવે ત્યાં કોલગેસના કદડા ઠાલવી પર્યાવરણની ખો કાઢવામાં આવી રહી છે તે જ રીતે સિરામિક વેસ્ટનો પણ મનપડે ત્યાં નિકાલ કરી પર્યાવરણ અને માનવજાતિ માટે ખતરો ઉભો કરવામાં આવી રહ્યો છે.

- text

- text