છોટુ તું શાળાએ જાય છે ? મોરબી જિલ્લામાં બાળકોનો સર્વે શરૂ

- text


તા.૪થી ૧૫ દરમિયાન શાળાએ ન જતા બાળકોને શોધી – શોધી ભણતા કરાશે

મોરબી : છોટુ તું શાળાએ જાશ કે નહીં ? મોરબીના ઇન્ડસ્ટ્રીય એરિયા અને સ્લમ એરિયામાં શાળાનો અભ્યાસ અધૂરો મૂકનાર બાળકોને મેઈન સ્ટ્રીમમાં લાવી ભણતા કરવા મોરબી શહેર જિલ્લામાં ૪ થી ૧૫ ડિસેમ્બર સુધી સર્વે શરૂ કરાયો છે.

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મોરબી શહેર જિલ્લામાં ગઈકાલથી શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરાયો છે, સરકારના ઉદેશ્ય મુજબ તમામ બાળકોનું શાળામાં નામાંકન થાય અને એક પણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે માટે તા. ૪ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર દરમિયાન સલ્મ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના બાળકોનો સર્વે કરાવામાં આવશે.

વધુમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી મારફત હાથ ધરવામાં આવેલ આ સર્વેમાં કર્મચારીઓ તમામ વિસ્તારમાં ડોર ટુ ડોર બાળકોની ખરાઈ કરી ઓનલાઇન એન્ટ્રી કરશે અને ત્યારબાદ નજીકની સરકારી શાળામાં ભણતા ઉઠી ગયેલ ચારથી અઢાર વર્ષના બાળકોને રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈ મુજબ વય પ્રમાણેના ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે અને ત્યારબાદ આવા બાળકોનું વચ્ચેનું છુંટેલું શિક્ષણ એસ.ટી.પી વર્ગના માધ્યમથી પૂર્ણ કરાવી મેઈન સ્ટ્રીમમાં સમાવવામાં આવનાર હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text

- text