અમદાવાદના ચોરીના ગુન્હાનો ભાગેડુ બે વર્ષે મોરબીમાંથી ઝડપાયો

- text


મોરબી એસઓજી ટીમે ત્રાજપર ચોકડી નજીકથી આરોપીને ઝડપી લઈ અમદાવાદ ખોખરા પોલીસને જાણ કરી

મોરબી : અમદાવાદના ખોખરા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ચોરી કરવાના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને આજે મોરબી એસઓજી ટીમે ત્રાજપર ચોકડી નજીકથી ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ખોખરા પોલીસ સ્ટેશન (અમદાવાદ શહેર) ના ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી રાજેનભાઇ ઉર્ફે રાજુ પ્રદીપભાઇ ઓઝા મોરબી ત્રાજપર ચોકડી પાસે ઉભો હોવાની
બાતમી મળતા એસઓજી ટીમે બાતમીવાળી જગ્યાએ જતા ખોખરા પોલીસ સ્ટેશન (અમદાવાદ શહેર) ફર્સ્ટ ગુ.ર.ન.૬૩/ર૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૭૯.૧૧૪ ના ગુન્હાના કામે નાસતો ફરતો રાજેનભાઇ ઉર્ફે રાજુ પ્રદીપભાઇ ઓઝા, ઉ.વ. ૩૪ ધંધો ડ્રાઇવીંગ રહે શક્તી પ્લોટ શેરી નંબર-૪ વોડાફોન સ્ટોર સામે મોરબી વાળો
મળી આવતા Cr.PC કલમ ૪૧(૧)આઇ મુજબ
અટક કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપી આપવામાં આવેલ હતો અને ખોખરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ હતી.

- text

આ કામગીરી મોરબી નાસ્તા ફરતા સ્કોડ પો.સ્ટ.ઈન્સ. એ બી જાડેજા, એ.એસ.આઇ અનીલભાઇ મણીશંકરભાઇ ભટ્ટ, પો.હેડ.કોન્સ ફારુકભાઇ યાકુબભાઇ પટેલ, પો.હેડ. કોન્સ. રસીકભાઇ ભાણજીભાઇ કડીવાર, પો.હેડ.કોન્સ. મહાવીરસીહ અનીરૂધ્ધસીંહ પરમાર, પો.કોન્સ ભરતભાઇ
આપાભાઇ ખાંભરા વગેરેએ કરી હતી.

- text