પ્રમોશન : મોરબીના ૧૫ પોલીસ કોન્સ્ટેબલ હેડકોન્સ્ટેબલ બન્યા

- text


મોરબી જિલ્લા પોલીસવડાએ બઢતીનો વધુ એક ઘાણવો કાઢ્યો

મોરબી : મોરબી જિલ્લા પોલીસવડાએ આજે બઢતીનો વધુ એક ઘાણવો કાઢી ૧૫ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપતા પોલીસબેડામાં આનંદની લાગણી છવાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાએ જીલ્લાના ૧૫ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી છે જેમાં વાંકાનેર સીટીમાં ફરજ બજાવતા પ્રેમજીભાઈ મંગાભાઈ લઢેર, મોરબી સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા અશ્વિનસિંહ આનંદસિંહ રાણા, દશરથસિંહ રણજીતસિંહ ચાવડા, અને ભરતભાઈ ઠાકરશીભાઈ બાવળિયા, પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હમીરભાઈ ઉગાભાઇ ગોહિલ, મોરબી તાલુકામાં ફરજ બજાવતા વીનેશકુમાર પ્રેમસિંહ ખરાડી, મોરબી સીટી એ ડીવીઝનમાં ફરજ બજાવતા શેખાભાઈ સગરામભાઈ મોરી, વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા વિજયભાઈ બારને પ્રમોશન આપવામાં આવ્યું છે

- text

આ ઉપરાંત સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા નરેશકુમાર ખાર, પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા અમિતભાઈ વીરપરીયા, ચમનકુમાર કણઝારીયા, માળિયાના દશરથભાઈ છાંસીયા, મોરબી તાલુકામાં ફરજ બજાવતા જશપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, સીટી એ ડીવીઝનમાં ફરજ બજાવતા શક્તિસિંહ ઝાલા અને પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા જયપાલસિંહ જાડેજાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી.

કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મળતાં ૧૫ પોલીસ જવાન સહિત સમગ્ર પોલીસબેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

- text