મોરબી : રાજકોટ રોડ પર પગદંડી તથા પંચાસર રોડને ફોરટ્રેક બનાવવા માંગ

- text


વિહિપના અગ્રણીની મુખ્યમંત્રી ને રજૂઆત

મોરબી : મોરબી રાજકોટ હાઇવે પર જૈન સાધુ જૈન સાધુ સંધવીઓ તથા અન્ય શ્રદ્ધાળુ ઓ ની સલામતી માટે મોરબી રાજકોટ રોડ પર ફોરટ્રેક કામગીરી દરમ્યાન પગદંડી બનાવવા તથા મોરબીના પંચાસર રોડ પર અકસ્માતો ના બનાવો અટકાવવા માટે ફોરટ્રેક બનાવવાની માંગ સાથે વિહિત અગ્રણી એ મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે.

મોરબીના વિહિપ અગ્રણી હસમુખભાઈ ગઢવી એ મુખ્યમંત્રી ને રજૂઆત કરી હતી કે હાલમાં મોરબી રાજકોટ હાઈવેને ફોરટ્રેક રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જૈન સાધુ સંધવીઓની સલામતી માટે આ રોડ પર પગદંડી બનાવવાની માંગ કરી છે.તેમને આ અંગે જણાવ્યું હતું કે મોરબી રાજકોટ એક કચ્છ તરફથી સોરાસ્ત્ર તરફ જવાનો એકમાત્ર રસ્તો છે.જૈન સાધુ સંધવિઓ આ રોડ પર પદયાત્રા કરતા હોય છે તેમજ નવરાત્રી દરમ્યાન કે અન્ય ધાર્મિક પ્રસંગો દરમ્યાન શ્રદ્ધાળુ કચ્છ માતાના મઢ સુધી આ રોડ પરથી જ પદયાત્રા કરતા હોય છે.તેથી આ મોટા સમુદાયના હિતમાં મોરબી રાજકોટ રોડ ઉપર પગદંડી બનાવવાની તેમને માંગ કરી છે.

- text

વધુમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ મોરબીના પંચાસર રોડનું કામ અધૂરું છોડી દેવતા આ રોડ ની ખુબજ નાજુક હાલત થઈ ગઈ છે.અને સ્થાનિક વેપારીઓ સહિતના લોકોએ થોડા સમય પહેલાં જ રોષપૂર્ણ બંધ પાડીને રોડનું કામ ઝડપથી અને યોગ્ય રીતે કરાવવાની માંગ કરી છે.મોરબીથી પંચાસર ગામ નજીક હોવાથી દૈનિક અપડાઉન્ન કરનારા લોકોની સમસ્યા ઘણી જ છે. તેથી ગ્રામજનો અને બીમાર લોકોને અવર જવરમાં સરળતા પડે તે માટે નવેસરથી પંચાસર રોડની ફોરટ્રેક રોડ બનાવવાની માંગ કરી છે.

- text