મોરબી : માલધારી સમાજ દ્રારા 26મીએ વિશ્વ માલધારી દિવસ ઊજવાશે

- text


મોરબી : સમગ્ર વિશ્વમા 26મી નવેમ્બરે માલધારી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય મોરબી જિલ્લામાં પણ માલધારી દિવસ ઊજવવાનુ કરવામાં આવ્યું છે.

મોરબીમા વિશ્વ માલધારી દિવસની ઉજવણી અંતર્ગત મોરબી ખાતે સવારે 10 કલાકે માલધારી સમાજની આસ્થાનુ પ્રતિક મચ્છુમાતાજીનુ મંદિરે મચ્છુમતાજી તેમજ પુનિયા મામાને પુષ્પોથી ફુલહારથી વંદના કરી આર્શિવાદ લઈ ત્યાર બાદ રેલ્વે સ્ટેશનની બાજુમાં માલધારી સમાજનુ આસ્થાનુ પ્રતિક એવા પોતાના બલિદાનનો ઊજળો ઇતિહાસ બોલે છે એવા ખમીરવંતા ભોજાબાપા મકવાણાની સ્મૃતિની પ્રતિમાને દુધાભિષેક, જલાભિષેક અને ફુલોથી પુષ્પવંદના કરી આર્શિવાદ મેળવી માલધારી દિવસ ઊજવવામા આવશે જેથી મોરબી જિલ્લા મા વસવાટ કરતા સર્વે માલધારી બંધુઓ ને નમ્ર વિનંતી કે 26 મી નવેમ્બરે વિશ્વ માલધારી દિવસ ને ઊજવવામા સહભાગી બને

- text

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010 દરમિયાન માલધારી સમાજના સંવેદનશીલ આગેવાન લાલજીભાઈ દેસાઇએ મેરા-બહુચરાજી મુકામે સૌ પ્રથમ વખત વિશ્વ માલધારી સંમેલનનુ આયોજન કરેલુ હતું જેમા રબારી-ભરવાડ-આહિર-ચારણ માલધારી દુનિયાના 32 દેશોના માલધારી સમાજ એકઠો થયેલ અને માલધારીયત ને ટકાવવા અંગે ચર્ચા કરવામા આવેલ આ કાર્યક્રમ ના અંતિમ દિવસે એટલે કે વર્ષ 2010 ના રોજ 26મી નવેમ્બર અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે એકઠા થયેલા દેશ – વિદેશથી આવેલા માલધારીઓ ની ઉપસ્થિતિ અને સંમતિથી આ દિવસ ને વિશ્વ માલધારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

- text