- text
ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામની ચોકડી પાસે રહેતા અને મજુરીકામ કરી પેટીયુ રળતા શ્રમિક પરિવારના બે સંતાનો ગુમ થતા તેમના પરિવારજનોમાં દોડધામ મચી જવા પામી છે. ટંકારા પોલીસને જાણ કરતા બે દિવસથી ટંકારા પોલીસ પણ આ બાળકોને શોધવા દોડધામ કરી રહી છે. જો આ બંને ભાઈ બહેનનો કોઈને પણ પતો લાગે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ટંકારા પોલીસ સ્ટેશને જાણ કરવા યાદીમાં જણાવાયું છે.
- text
- text