ટંકારાને અછતગ્રસ્ત જાહેર કરાતા સરકારનો આભાર માનતું ગ્રાહક સુરક્ષા મંડળ

- text


ટંકારા ગ્રાહક સુરક્ષાની માંગણી સ્વિકારાતા રાહત

ટંકારા : ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્મમંત્રી તેમજ ક્રૃષિમંત્રીને લેખીત રજુઆત કરવામાં આવી હતી. ટંકારામાં ચાલુ વર્ષે નહિવત્ વરસાદ થવાના કારણે ખેડુતોની કપરી પરિસ્થિતિને જોતા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે જે રજુઆતો કરી હતી તેને મુખ્યમંત્રી, ક્રૃષિમંત્રીઅે સ્વીકારતા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ગૌતમ વામજા, મંત્રી પ્રવિણભાઈ મેરજા તેમજ ગ્રાહક સુરક્ષા વતી ધારદાર રજુઆત કરનાર જાગૃત કારોબારી સદસ્ય રમેશભાઈ ખાખરીયા અે ગુજરાત રાજય સરકારના આ નિર્ણયને ખેડુતલક્ષી સમજીને જે નિર્ણય લીધો છે તેનાથી ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ અભિનંદન પાઠવે છે.

- text

ઉલ્લેખનિય છે કે ખેડુતોને ક્રોપ કટિંગ,પશુપાલકોના ચારા-દાણદાણાની વ્યવસ્થા, જરીયાત વિસ્તારમા પાણી પુરુ પાડવા, નારેગા હેઠળ રોજગારી પુરી પાડવા જેવી રજુઆતોનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામા આવ્યો હતો. અને કૃષીમંત્રીએ પણ ટંકારા તાલુકા વિસ્તારની જાત તપાસ કરી ખેડુતોને ન્યાય આપવા રજુઆતો પણ પત્રમા કરી હતી અંતે ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરતા ખેડુતોમા તેમજ ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષામા આનંદની લાગણી જોવા મળી હતી.

- text