મોરબીમાં 24મીએ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી

- text


મોરબી: મોરબી શહેર જિલ્લા ગ્રાહક મંડળ દ્વારા પ્રતિ વર્ષ મુજબ 24 ડિસેમ્બરથી રાષ્ટ્રીય ગાહક સુરક્ષા સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ગ્રાહકોને ટિલિફોન, વીજળી, વીમો, પોસ્ટ ઓફિસ, રેલવે, એસ ટી, ભેળસેળ, પર્યાવરણ , ડુપ્લીકેટ વસ્તુ તેમજ છેતરામણી જાહેરાતથી થતી છેતરપીંડી સહિત ગ્રાહકને લગતી કોઈપણ ફરિયાદ તા.15 ડિસેમ્બર સુધીમાં બે નકલમાં સૂર્યોદય કોમલેક્સ , પરાબજાર, ઓફિસ નં. 46  મોરબી ખાતે પહોંચાડવા પ્રમુખ લાલજીભાઈ મહેતા અને ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટની યાદીમાં જણાવ્યું છે.જ્યારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબીના કર્મનિષ્ઠ કર્મચારીઓ તથા પ્રમાણિક વેપારીઓનું સન્માન કરાશે.

- text

- text