મોરબીના શકત શનાળા મંદિરે આજે શક્તિદેવીના 943 દિવાની મહાઆરતી

- text


મોરબી :મોરબીના શકત શનાળા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરે આજે તા.19ના રોજ શ્રી શક્તિ દેવી જન્મ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તલવાર બાજી ટિમ શકત શનાળા અને ઇસ્ટ દેશ ઝાલાવાડ ઇતિહાશ શંશોધન મંડળ દ્વારા આજે યોજાનાર આ મહાઉત્સવ નિમિતે સવારે શ્રી શક્તિ દેવીને 56 ભોગની પ્રસાદી ચડાવ્યા બાદ સાંજે 6-30 કલાકે શ્રી શક્તિદેવી ને 943 દીવડાની મહાઆરતી કરવામાં આવશે આ ધાર્મિક કાર્યક્રમોને ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text