મોરબીમા સૈન્યમાં જોડાવા ઇચ્છતા યુવાનો જોગ

- text


મોરબી: રોજગાર વિનિમય કચેરીઓ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના સંયુક્ત ઉપક્રમે ભુજ,ગાંધીધામ,દાંતીવાડા અને ગાંધીનગર ખાતે 30 દિવસના વિનામૂલ્યે નિવાસી તાલીમ વર્ગનું આયોજન બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવનાર છે.જેમાં 18 વર્ષથી 22 વર્ષ 6 માસની ઉમર: 170 સેન્ટિમીટરની ઉંચાઈ અને 80 સેન્ટીમીટરથી ઉંચાઈ અને 85 સેન્ટિમીટરની છાતી ધરાવતા (અપંગો સિવાય)ઉમેદવારો અરજી કરી શકે છે સદર તાલીમ વર્ગના જોડાવા ઇચ્છુક મોરબી જિલ્લાના ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી મોરબીને નિયત નમૂનામાં શેક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો,ફોટા,આઈ ડી પ્રુફ,મેડિકલ સર્ટિફિકેટ,બેન્ક પાસબુક વગેરેની નકલો સાથે તાત્કાલિક અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે અરજી પત્રક રોજગાર વિનિમય કચેરી તરફથી વિના મુલ્યે મળી શકશે તેમ રોજગાર અધિકારી મોરબીની એક યાદીમાં જણાવાયું છે.

- text