મોરબીમાં સેમિનાર યોજી લોકો સાથે દોસ્તીનો હાથ લાંબાવતું ઇન્કમટેક્સ

- text


મોરબીમાં વર્ષ 2017 -18માં મોરબી જિલ્લાએ ઈન્ક્મટેક્સને 376.03 કરોડ કમાઈ આપ્યા : કુલ 78140 કરદાતા પૈકી 15 ટકા કરદાતા જ કરોડોનો ટેક્સ ચૂકવે છે

 

મોરબી : સામાન્ય સંજોગોમાં પોલીસથી પણ વધુ ડર લોકોને ઇન્કમટેક્સ વિભાગનો લાગતો હોય છે અને ઈન્ક્મટેક્સથી લોકો દૂર ભાગતા હોય છે ત્યારે મોરબીના આંગણે ગઈકાલે સૌ પ્રથમ વખત ઇન્કમટેક્સ વિભાગ અને મોરબી અપડેટ દ્વારા લોકજાગૃતિ માટે તેમજ કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા મોરબીના લોકો વધુને વધુ એડવાન્સ ટેક્સ ભરે તે માટે સેમિનાર યોજ્યો હતો અને લોકો તરફ દોસ્તીનો હાથ લંબાવી કોઈપણ મુશ્કેલી હોય તો કચેરીમાં કર્મચારીથી લઈ અધિકારીઓનો સંપર્ક કરવા સંદેશ આપવા ઇન્કમટેક્સ અવેરનેશ એન્ડ આઉટરીચ પ્રોગ્રામ શીર્ષક હેઠળ સેમિનાર યોજી લોકોને નજીક લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મોરબીના ટાઉનહોલ ખાતે ગઈકાલે રાજકોટ ઇન્કમટેક્સ વિભાગના પ્રિન્સિપલ કમિશનર બી.વી.ગોપીનાથની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ વખત જ મોરબી ઇન્કમટેક્સ વિભાગ અને મોરબી અપડેટ દ્વારા સીધો જ લોકોના લાઈવ સંપર્કમાં આવવા કરદાતા જાગૃતિ અને એડવાન્સ ટેક્સ ભરવા જાગૃતિ લાવવા સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં મોરબી ઇન્કમટેક્સ વિભાગના જોઈન્ટ કમિશનર અરવિંદ સોનટકે એ જણાવ્યું હતું કે, સીરામીક હબ મોરબી સમગ્ર રાજ્યમાં ઇન્કમટેક્સ ચુકવવામાં અવ્વ્લ નંબરની ભૂમિકા ભજવી રહ્યું છે તેમાં પણ ખાસ કરીને અહીંના ક્લોક એન્ડ ગિફ્ટ ઇન્ડસ્ટ્રીઝ, લેમિનેટ ઇન્ડસ્ટ્રીઝ, કોલ બિઝનેસ પણ ખુબ જ ફૂલ્યો ફાલ્યો હોય અન્ય જિલ્લાની તુલનાએ નવો અને નાનો જિલ્લો હોવા છતાં મોરબી શહેર જિલ્લો સમગ્ર ભારતભરમાં ટેક્સ ચુકવવામાં અગ્રેસર હોય આ બાબતની જાણીતા અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ મોરબીના વખાણ કરવા પડ્યા હોવાનું ઉમેર્યું હતું એજ રીતે , ફક્ત 78410 કરદાતા જ નોંધાયેલ હોવા છતાં નાણાકીય વર્ષ 2017-18માં મોરબી જીલ્લાનું યોગદાન 376.03 હોવાનું ઇન્કમટેક્સ વિભાગના સત્તાવાર આંકડામાં બહાર આવ્યું છે.

વસ્તીગણતરી 2011ની તુલનાએ મોરબીની સત્તાવાર વસ્તી 9,60,329 છે જે પૈકી 2,34,876 એટલે કે 25 ટકા લોકો પાનકાર્ડ ધરાવે છે અને કુલ વસ્તીમાંથી ફક્ત 78410 લોકો જ રિટર્ન ફાઈલ કરતા હોવાનું મોરબી ઇન્કમટેક્સના આંકડા જણાવી રહ્યા છે, રિટર્ન ફાઈલ કરતા કરદાતાઓનું વર્ગીકરણ કરવામાં આવે તો 78410 કરદાતા પૈકી 85.38 ટકા કરદાતા એટલે કે 66714 કરદાતા ફક્ત 5 લાખ સુધીના જ રિટર્ન ફાઈલ કરે છે જયારે 5 થી 10 લાખની વચ્ચે રિટર્ન ફાઈલ કરનારે સંખ્યા 6349, 10 થી 50 લાખની વચ્ચે રિટર્ન ફાઈલ કરનાર 4620 લોકો અને 50 થી 100 લાખ વચ્ચે રિટર્ન ફાઇલ કરનાર 273 કરદાતાઓ છે અને સૌથી અગત્યના કહી શકાય તેવા 176 કરદાતાઓ 1 થી 10 કરોડ વચ્ચે રિટર્ન ફાઈલ કરે છે અને 8 કરદાતા 10 કરોડથી પણ વધુ ટેક્સ ચૂકવી રહ્યા હોવાનું સરકારના સત્તાવાર આંકડા જણાવી રહ્યા છે.

- text

દરમિયાન ગઈકાલે મોરબી ખાતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા યોજવામાં આવેલ સેમિનારનો મુખ્ય ઉદેશ્ય જણાવતા રાજકોટ ઇન્કમટેક્સ વિભાગના પ્રિન્સિપલ કમિશનર બી.વી.ગોપીનાથે જણાવ્યું હતું કે તમામ નાગરિકો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા થાય અને મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બને તેવી આશા વ્યક્ત કરી નાગરિકોને પોતાની આવકના મજબૂત પુરાવા માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવું અત્યંત આવશ્યક હોવાની સહજ સમજ આપી હતી.

એ જ રીતે મોરબી ઇન્કમટેક્સ વિભાગના જોઈન્ટ કમિશનર અરવિંદ સોનટકેએ મોરબીના કરદાતાઓની પ્રામાણિકતાને બિરદાવતા જણાવ્યું હતું કે મોરબી ખુબ જ નેનો જિલ્લો હોવા છતાં ઇન્કમટેક્સ ચુકવવામાં મોટું કાર્ય કરી રહ્યું છે જેમાં હજુ પણ સીરામીક, ક્લોક, લેમિનેટ્સ, ઇલેક્ટ્રોનિક્સ આઈટમ સહિતના ઉદ્યોગપતિઓ જાગૃત બની એડવાન્સ ટેક્સ ચૂકવે તો સોનામાં સુગંધ ભળી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.

ટાઉનહોલ ખાતે યોજાયેલ આ સેમિનારમાં મોરબી જિલ્લા કલેક્ટર આર.જે.માકડીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ ઉઘરેંજા, નિલેશભાઈ જેતપરીયા, , કિશોર ભાલોડીયા, કિરીટ પટેલ, ક્લોક એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગી, રાકેશભાઈ ઝાલા, કમલેશભાઈ જાની, શાળાસંચાલક મંડળના હોદેદારો મનોજ ઓગણજાં, નિલેશ કુંડારીયા, બળદેવભાઈ સરસાવાડિયા, જયેશભાઇ ગામી, કિશોરભાઈ શુક્લ, , નિલેશ પટેલ, દિનેશ વડસોલા, મહેશ સાદરીયા, તાલુકા ભાજપ અગ્રણી અરવિંદ વાસદડીયા, કોંગી અગ્રણી જેન્તીભાઇ જેરાજ, ચેમ્બર પ્રમુખ બેચરભાઈ હોથી, મહેશ ભોરણીયા, ઉદ્યોગપતિ જયંતીભાઈ રાજકોટીયા, રોટરી ક્લબના રસેશ મહેતા, લાયન્સ ક્લબના ભાવેશ દોશી, હર્ષદ ગામી, બાર એસો.જીતુભા જાડેજા, મનીષ જોશી, યંગ ઇન્ડિયા મહિલા વિંગના રંજનબેન મકવાણા, કાજલબેન ચંડીભમર, ધરતીબેન બરાસરા, દિવ્યાબેન કાસુન્દ્રા,લોહાણા અગ્રણી નિર્મિતભાઇ કક્ક્ડ, પુસ્તક પરબના ઘનશ્યામભાઈ ડાંગર, નીરવ માનસેતા, ભાવીપ્રસાદ રાવલ, સીએ એસો.પ્રમુખ બકરાણીયા અને શારડા સાહેબ, પત્રકારોમાં અતુલ જોશી, રવિ મોટવાણી, રાજેશ આંબલીયા, નિલેશ પટેલ, હરનિશ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા, રજાક બુખારી, પંકજ સનારીયા, રફીક અજમેરી સહિતના હાજર રહ્યા હતા.

સમગ્ર આયોજનને સફળ બનાવવા મોરબી ઇન્કમટેક્સ વિભાગના ડે.કમિશનર હિમાંશુ જોશી, આઇટી ઓફિસર હિતેશ જાની, રાજીવ મિશ્રા, અમર નારાયણ, વિજય કરકર, સુપ્રિ.જયેશ ચૌહાણ, ઇન્સ્પેકટર અશોક કુમાર, ધ્યાન પ્રકાશ, ગેડીયા ભાનુભાઇ, ધાનસિંહ મીના, ઘનશ્યામભાઈ ઠક્કર, રાજકોટ આઇટી ઓફિસર મયુર ચાવડા, જય સોરઠીયા, અને મોરબી અપડેટની ટિમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text