મોરબી પીપળીયા ચાર રસ્તા નજીક સ્વીફ્ટ કરે બાઈક ને હડફેટે લેતા એક નું મોત, 2 ને ઇજા

- text


મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક સ્વીફ્ટ કાર ચાલકે મોટરસાયકલ સવારને હડફેટ લઇ ગંભીર ઇજા પહોંચાડી હતી અને એક વ્યક્તિનું મોત નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ રવિભાઇ જગદીશભાઇ પરેશા, ઉ.વ-૨૨ ધંધો-મંજુરી રહે-રણછોડ નગર મોરબી વાળાને સ્વીફ્ટ કાર નંબર-જી-જે-૩-એચ-એ-૫૪૪૩ વાળીના ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના નવા નંબર વિનાના હિરો હોન્ડા સ્પેલન્ડર મોટર સાઇકલ સાથે ભટકાડી ફરીયાદીને બન્ને હાથમા ફેકચર જેવી તથા સાહેદ વિપુલભાઇ જગદીશભાઇને કમરના ભાગે તથા શરીરે ઇજા પહોચાડી તેમજ સાહેદ બિપીનભાઇ બકુલભાઇ ને માથામા ગંભીર ઇજા પહોચાડી તેઓનુ સારવાર દરમ્યાન મરણ જતા અકસ્માત કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે

- text

- text