પ્રદેશકક્ષાના યુવા મહોત્સવમાં મોરબીના કલામંદિરનો દબદબો

- text


ક્લામંદિર સંગીતક્લાસનો વિદ્યાર્થી ભજનમાં પ્રથમ

મોરબી : તાજેતરમાં સુરેન્દ્રનગર વઢવાણ ખાતે ગુજરાત રાજ્ય રમત ગમત અને યુવક સાંસ્કૃતિક વિભાગ દ્વારા મધ્ય ગુજરાત યુવા ઉત્સવ યોજાયો હતો જેમાં મધ્ય ગુજરાતમાં સમાવેશ થતા દરેક જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ સ્પર્ધકો વચ્ચે પ્રદેશકક્ષાની સ્પર્ધા યોજાયેલ આ સ્પર્ધામાં મોરબીના દેવેનભાઈ વ્યાસ સંચાલિત રવાપર રોડ પર આવેલ કલામંદિર સંગીત કલાસીસના વિદ્યાર્થી ધાનજા મંથન ભરતભાઈ ભજન વિભાગમાં પ્રદેશકક્ષાએ પ્રથમ આવેલ છે. જે હવે આવનાર દિવસોમાં યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

- text

- text