મોરબી બેન્ક ઓફ બરોડાના મેનેજર નિવૃત થતા વિદાયમાન અપાયું

- text


મોરબી : મોરબી બેન્ક ઓફ બરોડા મેઈન બ્રાન્ચના મેનેજર કિશોરભાઈ જે. સચદેવ ૪૦ વર્ષની સેવા બાદ નિવૃત્ત થતા બેંક તથા સ્ટાફ તરફથી વિશિષ્ટ વિદાયમાન આપવામાં આવેલ હતું.

આ પ્રસંગે ચીફ મેનેજર રાકેશકુમારે શાલ ઓઢાળી બહુમાન કર્યુ હતું આ વિદાય સમારોહમાં બેંકના ઝોનલ સેક્રેટરી મહેન્દ્રભાઈ પોપટ, ઓફીસર ઈન ફોરેન એક્ષચેંજ ઓરેટર નિતીશ વૈષ્ણવ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને કિશોરભાઈ સચદેવની ફરજનિષ્ઠાને બિરદાવી હતી.

- text

- text