મોરબી જિલ્લાકક્ષાના કલા ઉત્સવમાં સાર્થક વિદ્યાલયનો દબદબો

- text


મોરબી : તાજેતરમાં હળવદ મુકામે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૧૮ યોજાયો હતો. જેમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી સિદ્ધિઓ મેળવી હતી.

આ કલાઉત્સવમાં ધોરણ – ૧૧ ની વિદ્યાર્થીની જોરા મમતાએ ચિત્રસ્પર્ધા માં તૃતીય નંબર મેળવેલ હતો જ્યારે ધોરણ ૧૨માં ભણતા ઝાલરીયા દેવાંગે કવિતા લેખન સ્પર્ધામાં તૃતીય નંબર મેળવેલ હતો.

- text

કલા ઉત્સવમાં શાળાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર વતી બંને વિજેતાઓને ખુબ-ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, ઉલ્લેખનીય છે કે આ પહેલા SVS કક્ષાએ યોજાયેલ કાર્યક્રમ માં શાળાના 4 વિદ્યાર્થીઓ એ પ્રથમ ક્રમ મેળવ્યા હતાં.

- text