મોરબીમાં પૂ. જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો થકી ઉજવાશે

- text


જલારામ મંદિર દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ સરપ્રાઈઝ કાર્યક્રમનુ આયોજન

મોરબી : દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ” ની ઉક્તિ ને સાકાર કરતા પરમ કૃપાળુ સંત શિરોમણી પૂ. જલારામ બાપા ની ૨૧૯ મી જન્મ જયંતિ આગામી તા. ૧૪-૧૧ ના રોજ સમગ્ર વિશ્વ મા ઉજવવા મા આવશે. દેશ વિદેશના જલારામ બાપાના ભક્તોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જલારામ મંદીર ખાતે આગામી તા. ૧૪-૧૧ બુધવાર કારતક સુદ સાતમ ના રોજ પૂ. જલારામ બાપા ની ૨૧૯ મી જન્મ જયંતિ નિમિતે પંચવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે.

પૂ.જલારામ બાપાની જન્મજયંતિ ઉજવણી અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાત ધુન , ૧૦ કલાકે અન્નકુટ દર્શન , બપોરે ૧૨ કલાકે મહાઆરતી, કેક કટીંગ તેમજ ૧૨-૩૦ કલાકે મહાપ્રસાદ નુ આયોજન કરવા મા આવ્યુ છે. મોરબી જલારામ મંદીર દ્વારા છેલ્લા ૮ વર્ષ થી જલારામ જયંતિ નિમિતે સમાજ ના વિશેષ વ્યક્તિઓ ને મુખ્ય મહેમાન બનાવી તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરાવી પૂ. બાપા નો જન્મોત્સવ ઉજવવા મા આવે છે. જેમા પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો દ્વારા, બીજા વર્ષે વૃધ્ધાશ્રમ ના વડીલો દ્વારા, ત્રીજા વર્ષે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો દ્વારા, ચોથા વર્ષે પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા, પાંચમા વર્ષે કીન્નરો દ્વારા, છઠ્ઠા વર્ષે શહીદ પરિવાર દ્વારા, સાતમા વર્ષે અનાથ આશ્રમ ની બાળાઓ દ્વારા, આઠમા વર્ષે ભિક્ષુકો દ્વારા કેક કટીંગ કરવામા આવ્યુ હતુ. પ્રવર્તમાન વર્ષે પણ સમાજ ના વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરવા મા આવશે તેમજ તેમને મુખ્ય મહેમાન બનાવવા મા આવશે. કોના હસ્તે કેક કટીંગ કરવા મા આવશે તે દર વર્ષ ની જેમ સરપ્રાઈઝ રાખવા મા આવેલ છે જે સરપ્રાઈઝ જલારામ જયંતિ ના શુભ દીને જાહેર કરવા મા આવશે.

- text

મોરબી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા વિશેષ વ્યક્તિઓ ને સન્માનિત કરી સમાજ ને હરહંમેશ નવો રાહ ચિંધવાનો પ્રયત્ન કરવા મા આવે છે ત્યારે આ ભગીરથ કાર્યક્રમ ને સફળ બનાવવારઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગ રાચ્છ, વિપુલ પંડીત, ભાવિન ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, હસુભાઈ પુજારા, જીતુભાઈ પુજારા, પ્રતાપભાઈ ચગ, નરેન્દ્રભાઈ રાચ્છ, કાજલબેન ચંડીભમર, રાજુભાઈ ગીરનારી, જીતુભાઈ કોટક, કીશોરભાઈ ઘેલાણી, બદ્રીપ્રસાદ અગ્રાવત, મુકુંદભાઈ મીરાણી, જે.આઈ.પુજારા, રમેશભાઈ બુધ્ધદેવ, કીર્તિભાઈ પાવાગઢી, જગદીશભાઈ કોટક, ચિંતન ઘેલાણી, કીશોરભાઈ મીરાણી, પપ્પુભાઈ ચંડીભમર, અશોકભાઈ કાથરાણી, અનિલભાઈ સોમૈયા, સચિનભાઈ ચંદારાણા, વિશાલ ગણાત્રા, મોહીત રાચ્છ, નંદલાલ રાઠોડ, વિપુલ કોટક, મનસુખભાઈ પીઠડીયા, રાજુભાઈ મણીયાર, અમિત પોપટ (પોપટ પાન), સંજય હીરાણી, જીજ્ઞેશ પોપટ, નેહલભાઈ કોટક, રાજુભાઈ સોમૈયા, સાગર જોબનપુત્રા, હસુભાઈ પંડીત, દીનેશ સોલંકી, હીતેશ જાની, ફીરોઝભાઈ, નવલભાઈ માણેક, રમેશ માણેક સહીતના જલારામ સેવા મંડળના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા હોવાનું જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text