મોરબીમાં ભાઈના સાળા એ ભારે કરી ! પ્રસંગ બગાડવાની ના પાડતા લાકડી ઝીકી

- text


માતાજીના માંડવા પ્રસંગે ગાળા ગાળી કરતા બાવળું પકડી બહાર કાઢતા ખાર રાખ્યો

મોરબી : મોરબીમાં માતાજીના માંડવા પ્રસંગે ગાળા ગાળી કરી રહેલા સગાભાઈના સાળાને પ્રસંગ નહીં બગાડવાનું કહી બાવડું પકડી બહાર કાઢવાનો ખાર રાખી માથાભારે સાળાએ લાકડી પાઇપ ફટકારી ગૃહસ્થને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હરેશભાઇ ચતુરભાઇ દંતેસરીયા, ઉવ.૩૦ ધંધો. પ્રા.નોકરી રહે.ઘુંટું જુનુ ગામ કોળીવાસ તા.જી.મોરબી વાળાના ઘરે માતાજીના માંડવાનો પ્રસંગ હતો ત્યારે બાબુભાઇ કરશનભાઇ સટોડીયા, રહે.ત્રાજપર મોરબી વાળો આ પ્રસંગમાં આવ્યો હતો અને ગાળાગાળી કરતો હોય હરેશભાઈએ પ્રસંગ નહીં બગાડવા જણાવી બાવડું પકડી બહાર કાઢ્યો હતો.

- text

વધુમાં આ બાબતની દાજ રાખી ગઈકાલે હરેશભાઇ કામ ઉપર જતા હતા ત્યારે આરોપી બાબુ અને અજાણ્યા ત્રણ શખ્સોએ કારખાના બહાર રોકી જેમ ફાવે તેમ ગાળો આપી બીજા ત્રણ જણાને બોલાવી લાકડી તથા પાઇપ વડે જમણા હાથે તથા શરીરના ભાગે મુઢ ઇજાઓ કરી તથા કપાળના ભાગે માથામાં ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

- text