મોરબીના બેલા ગામની સીમમાં દેશી દારૂનો ખેપીયો પોલીસ જોઈને ઉભી પુછડીયે ભાગ્યો

- text


મોરબી તાલુકા પોલીસે એક્ટિવા અને બે કોથળા દારૂ જપ્ત કર્યો

મોરબી : મોરબી પોલીસ દ્વારા દેશી – વિદેશી દારૂ વેંચતા અને પીતા શખ્સો વિરુદ્ધ શરૂ કરેલી કડક કાર્યવાહીમાં ગઈકાલે બેલા ગામની સીમમાં દેશી દારૂનો ખેપીયો પોલીસને જોઈ એક્ટિવા મૂકી નાસી જતા પોલીસે ૩૦,૮૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.

- text

મોરબી તાલુકા પોલીસ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં પાસ પરમીટ કે આધાર વગર હોન્ડા એકટીવા રજી.નંબર GJ-36-C-3067 કિ.રૂ.૩૦,૦૦૦/- વાળામાં પગ રાખવાની જગ્યાએ પ્લાસ્ટીકના બે બાચકામાં કેફી પ્રવાહી દેશીદારૂ લીટર-૪૦ કી.રૂ.૮૦૦નો વેંચાણ અર્થે રાખી એક ઇસમ નીકળ્યો હતો પરંતુ પોલીસને જોઇ મોટર સાયકલ તથા દેશીદારૂ ભરેલ બે બાચકા કુલ કિ.રૂ.૩૦,૮૦૦ નો મુદામાલ મુકી નાશી જતા પોલીસે મુદામાલ જપ્ત કર્યો હતો.વધુમાં આ મામલે પોલીસે મોટરસાયકલ નમ્બરના આધારે ગુન્હો નોંધી દેશીના ધંધાર્થીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

 

- text