મોરબીમાં ડેન્ગ્યુને અટકાવવા આરોગ્ય વિભાગની ૧૨ ટીમો મેદાને

- text


૧૩૩૪ ઘરોમાં સર્વે કરી ૩૨૮ ઘરોમાં કરાયું ફોગીંગ : મચ્છર ઉત્પત્તિ કરતા પાણીવાળા ૧૪૨૦ સ્થળોએ દવાનો છટકાવ : ૧૬ સ્થળોએથી મચ્છરના પોરા મળ્યા

મોરબી : મોરબીમાં ડેન્ગ્યુના રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગની ૧૨ ટીમોએ આજે ૧૩૪૪ ઘરોનો સર્વે હાથ ધર્યો હતો. જેમાના ૩૨૮ ઘરોમાં ફોગીંગ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે મચ્છર ઉત્પત્તિ કરતા પાણીવાળા ૧૪૨૦ સ્થળોએ દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન ૧૬ સ્થળોએથી મચ્છરના પોરા પણ મળી આવ્યા હતા.

- text

મોરબીમાં હાલ મચ્છરોના કારણે ડેન્ગ્યુના રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ડેન્ગ્યુના રોગચાળાને અટકાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા અને રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. સી.એલ. વારેવાડિયાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવીને ઘેર ઘેર એબીટની કામગીરી, ફોગીંગની કામગીરી, પાણીના ખાબોચિયામાં બળેલા ઓઇલ કે કેરોસીનનો છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત આરોગ્ય વિભાગની ૧૨ ટીમોએ ઉમા ટાઉનશીપ, રવાપર રોડ ,બોની પાર્ક, લીલાપર રોડ સોસાયટી અને વાવડી રોડ સોસાયટીમાં સર્વે હાથ ધર્યો હતો. જેમાં ૧૩૪૪ ઘરોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાના ૩૨૮ ઘરોમાં ફોગીંગ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે મચ્છર ઉત્પત્તિ કરતા પાણીવાળા ૧૪૨૦ સ્થળોએ દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન ૧૬ સ્થળોએથી મચ્છરના પોરા પણ મળી આવ્યા હતા. જે પોરા નાશ કરવાની કામગીરી પણ કરાઈ હતી.

- text