દસ દિવસમાં મોરબીને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાય તો જોયા જેવી

- text


મોરબી તાલુકા સરપંચ એસોશિએશન આકરે પાણીએ : સરકાર સામે ધોકો પછાડ્યો

મોરબી : અપૂરતા વરસાદ છતાં મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર ન કરાતા ભારે અન્યાયની લાગણી સાથે ખેડુતોમાં ભારે રોષની ભભૂકી ઉઠ્યો છે. ત્યારે મોરબી તાલુકાને જો ૧૦ દિવસમાં અછતગ્રસ્ત જાહેર ન કરાય તો મોરબી તાલુકા સરપંચ એચોશિએશને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબી તાલુકા સરપંચ એસોશિએશનના પ્રમુખ પફુલભાઈ હોથીએ જણાવ્યું હતુ કે, મોરબી જીલ્લાના હળવદ. વાંકાનેર અને માળીયાને અછતગ્રસ્ત જાહેર કરીને અને મોરબી તાલુકાને તેમાંથી બાકાત રાબીને સરકારે ભારે અન્યાય કર્યો છે. મોરબી શહેરી વિસ્તારોમાં વરસાદના આંકડા પ્રમાણે જ સરકારે મોરબી તાલુકાને અછતગ્રસ્તમાંથી બાકાત રાખ્યા છે. પરંતુ ગામડાઓની હકીકત જુદી છે મોરબી તાલુકાના ગામોમાં નહિવત વરસાદ થયો છે અને છે અને પાક નિષ્ફળ ગયો છે. સરકારે ગામડાઓની ગંભીર સ્થિતિ ચકાચીને પછી જ યોગ્ય નિર્ણય લેવો જોઈએ એના બદલે શહેરી વિસ્તારના વરસાદના આક્ડાને કારણે આ નિર્ણય લેવાતા મોરબી તાલુકાને મોટો અન્યાય થયો છે.

- text

સરકારની આ અન્યાયકારી નિતિના વિરોધમાં મોરબી તાલુકા સરપંચ એસોશિએશનના નેજા હેઠળ આજે તાલુકા પંચાયતમાં તમામ ગામોના સરપંચો એકઠા થશે અને ૧૦ દિવસમાં જો મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા તેમજ ખેડુતોને મચ્છુ – ર ડેમમાંથી પિયત માટે પાણી આપવાની માંગ કરીને આ અંગે ક્લેકટરને આવેદનપત્ર અપાશે અને ૧૦ દિવસમાં મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર ન કરાય તો મોરબી તાલુકા સરપંચ એસોશિએશન ઉગ્ર આંદોલન કરશે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતુ.

 

- text