મોરબી : હવે ક્યાંય પણ અબોલ પશુને ઇજાગ્રસ્ત હાલતમાં જુઓ તો ડાયલ કરો 1962

- text


મોરબી ખાતે કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ નો પ્રારંભ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા અબોલ પશુધનને પણ માનવી જેવી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મળે તેવા ઉદ્દેશ્યથી ૧૯૬૨ સેવા શરૂ કરી છે જે અંતર્ગત મોરબી જિલ્લાને પણ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જેથી હોવી ક્યાંય પણ અબોલ પશુધન ઇજાગ્રસ્ત હાલતમાં દેખાય તો ૧૯૬૨ નંબર ડાયલ કરી જીવ બચાવવા પ્રયાસ કરવા અનુરોધ કરાયો છે.

રાજ્ય સરકાર જીવ માત્રની ચિંતા કરીને સંવેદનશીલતાથી કાર્યરત છે. જેના ભાગરુપે બીન વારસી કે અક્સ્માત નો બોગ બનેલા મુંગા પશુ જીવોને ઇજા કે બીમારીમાં તત્કાત સારવાર ઉપલબ્ધ કરાવતી કરૂણા એનીમલ એમ્બુલન્સ-૧૯૬૨ નો રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ગાંધીનગરથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રુપાણીએ પ્રારંભ કરાવતા કહ્યું કે અબોલ પશુ જીવોની આવી આરોગ્ય સારવાર સુવિધામાં કરૂણા એમ્બુલન્સથી ગુજરાતે લીડ લીધી છે. અને એક નવા અધ્યાય ની ગુજરાતે શરૂઆત કરી છે.
જે અંતર્ગત મોરબી જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લા કલેક્ટર માક્ડીયાના વરદ હસ્તે મોરબી જિલ્લા ના બીન વારસી કે અક્સ્માત નો બોગ બનેલા મુંગા પશુ-પક્ષીઓને ઇમરજન્સી સારવાર માટે લીલી ઝડીં ફરકાવી કરૂણા એનીમલ એમ્બુલન્સ-૧૯૬૨ ને પ્રસ્થાન કરાવી હતી.

- text

આ પ્રસંગે અધીક કલેક્ટર જોષી, તથા પશુપાલન ખાતાના અધિકારીશ્રીઓ ડો. ભોરણીયા, ડો. એન. જે. કાસુન્દ્રા, ડો. આર, જે. કાવર, ડો. એન.ડી. ભાડજા ઉપસ્થિત રહ્યા હતા. ડો. કાસુન્દ્રા એ વધુમાં જણાવ્યું હતુ કે આ સેવાનો લાભ મેળવવા જેમ હાલમાં ૧૦૮ની સેવા અમલમાં છે તેજ રીતે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ કોઇપણ નાગરીક પોતાના મોબાઈલ ફોનથી ટોલ-ફ્રી ૧૯૬૨ નંબર ડાયલ કરી શકશે જેનાથી આ કરૂણા એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી જઇને બીન વારસી કે અક્સ્માત નો બોગ બનેલા મુંગા પશુ-પક્ષીઓને નિઃશુલ્ક સારવાર આપશે તેમ જણાવી આ સેવા હાલ મોરબી શહેર વિસ્તારમાં કાર્યરત થશે. જેનો સમય સવારના ૮ થી સાંજના ૮ સુધીનો છે. તેમ મદદનીશ પશુ પાલન નિયામક વિવિધલક્ષી પશુ દવખાના મોરબીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text