મોરબીમાં દારૂ પીવા વેચવા વાળા ઉપર તવાઈ : એક જ દિવસમાં ૩૨ કેસ

- text


મોરબી શહેર જિલ્લામાં ફૂંક મારવાના મશીનના પૈસા વસુલ : પોલીસ મેદાને

મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા બ્રેથ એનેલાઈઝર મશીન વસાવી પીધેલાઓને પકડવા કડક સૂચના આપતા ગઈકાલે એક જ દિવસમાં પોલીસે દેશી વિદેશી દારૂ પીનાર અને વેચનાર સામે ૩૨ કેસ કર્યા હતા.

- text

ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ, માળીયા, હળવદ, વાંકાનેર અને ટંકારા તાલુકાની ટીમો બ્રેથ એનેલાઈઝર મશીન સાથે ચેકીંગમાં ઉતરી પડતા ૩૨ ઈસમો વિરુદ્ધ પીવા અને વેચવાના કેસ કરવામાં આવ્યા હતા.

- text