મોરબી કંડલા હાઇવે ઉપર પ્લાસ્ટિક ફેકટરી આગમાં ખાખ : લાખોનું નુકશાન

- text


ફેકટરી માલિકે વહેલી સવારે આગ લાગતા ૧૦૮ ઇમરજન્સીને જાણ કરી પણ ૧૦૮ સુતું રહ્યું : ફાયરબ્રિગેડ સ્ટાફે આગ કાબુમાં લીધી

મોરબી : મોરબી કંડલા હાઇવે ઉપર આવેલ પ્લાસ્ટિક ફેકટરીમાં વહેલી સવારે ભયંકર આગ લાગતા ફેક્ટરીનો શેડ મશીનરી સહિતની સાધન સામગ્રી ખાખ થઈ જવા પામી છે, આ આગની ઘટના અંગે ઇમરજન્સી સેવા ૧૦૮ ને જાણ કરવા છતાં ૧૦૮ દ્વારા ફાયરબ્રિગેડને જાણ ન કરવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી કંડલા હાઇવે પર આવેલ બહુચર પ્લાસ્ટિક નામની ફેકટરીમાં આજે સવારે ચારેક વાગ્યાના સુમારે આગ લાગી હતી અને બાદમાં અંગે વિકરાળ રૂપ ધારણ કરતા ફેક્ટરીનો શેડ, મશીનરી, કાચોમાલ અને તૈયાર માલ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.

- text

આ આગની ઘટનામાં ચોકવનારી બાબત તો એ છે કે ફેકટરી સંચાલકો પાસે મોરબી ફાયર વિભાગના નંબર ન હોવાથી રાજ્ય સરકારની ઇમરજન્સી સેવા ૧૦૮ ને જાણ કરી હતી જેમાં નિયમ મુજબ ૧૦૮ વાળાએ જે તે વિસ્તારમાં ફાયરબ્રિગેડને જાણ કરવાની ફરજ હોય છે પરંતુ આજના કિસ્સામાં ૧૦૮ દ્વારા ફાયરને જાણ કરવામાં ન આવતા આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકશાન પહોચ્યું છે.

બીજી તરફ મોરબી ફાયર વિભાગને ૬.૩૦ વાગ્યાના અરસામાં જાણ થતાં વિનય ભટ્ટ, કિશન ભટ્ટ અને ડી.ડી.જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવી હતી અને પ્રાથમિક અંદાજ મુજબ ૧૫ થી ૨૦ લાખનું નુકશાન પહોંચ્યાંનું બહાર આવ્યું છે.

- text