શનાળામાં મકાનના ડખ્ખામાં મહિલાનું માથું ફૂટ્યું

- text


મોરબી : મોરબીના સક્ત શનાળા ગામે મકાન બાબતે ચાલતી માથાકૂટમાં એક શખ્સે મહિલાને માથામાં ધોકો ફટકારી માથું ફોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સક્ત શનાળામાં ગઈકાલે રાત્રિના સાડા દશેક વાગ્યાના સમયે શક્તી માતાજીના પ્લોટ ગરબી ચોકમાં રંજનબેન મહેશભાઇ ગોવીદભાઇ પેથાની, ઉ-૪૨, રહે.શક્ત શનાળા શક્તી માતાજીના પ્લોટ તા. જી. મોરબી વાળાને મકાન બાબતના માનદુઃખમાં મનોજભાઇ અનદાભાઇ પઢારીયા રહે શકત શનળા તા.જી. મોરબીવાળાએ માથામાં ધોકો ફટકારી દેતા ચાર ટાકા લેવા પડ્યા હતા.

- text

આ ઉપરાંત આરોપી મનોજે સાહેદ ને ધોકા વતી માર મારી ડાબા ખભામાં ધોકો મારી ફેકચર જેવી ઇજા કરી ગાળો આપતા એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text