તમારી દીકરી સાથે લગ્ન કરાવો તો જ હા, મોરબીમાં ધરાર પ્રેમીનો ત્રાસ

- text


ધરાર લગ્ન કરવા યુવતીના પિતાની આંગળીઓ મરડી નાખી

મોરબી : મોરબીમાં સડક છાપ મજનુએ યુવતી સાથે ધરાર લગ્ન કરવા પિતા સાથે માથાકૂટ કરી આંગળીઓ મરડી નાખી ઇજા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

- text

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ અમરશીભાઈ રામજીભાઇ જોગડીયા, ધંધો મજુરી રહે. મહેન્દ્રનગર સીતળામા વિસ્તાર વાળાને વિજયભાઇ મગનભાઇ ભોજવીયા રહે મહેન્દ્રનગર સીતળામા વિસ્તાર નામના આરોપીએ તેમની પુત્રી સાથે ધરાર લગ્ન કરવા દબાણ ઉભું કરી જમણા હાથની પહેલી તથા બીજી આંગળી ઉપર ઇજા કરી તેમજ સાહેદ ને જમણા હાથની બીજી તથા ત્રીજી આંગળી ઉપર કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.આ મામલે પોલીસે ગુન્હો નોંધી સડક છાપ મજનુની અટકાયત કરી હોવાનું જણવા મળ્યું છે.

- text