ઉમિયા નવરાત્રી મહોત્સવમાં મહેમાન બનતા ધારાસભ્ય મેરજા, પૂ.ધારાસભ્ય અમૃતિયા

- text


બન્ને મહાનુભાવોએ આયોજન અને વ્યવસ્થાને બિરદાવી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો

મોરબી : મોરબીના નામાંકિત ઉમિયા નવરાત્રી મહોત્સવમાં ખૈલૈયાઓ મન ભરીને ઝૂમી રહ્યા છે. ત્યારે ગઈ રાત્રીએ માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબીના ધારાસભ્ય બીજેશભાઈ મેરજા સહીતની ટીમે ઉમિયા નવરાત્રી મહોત્સવમાં પધારીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

બન્ને મહાનુભાવોએ ઉમિયા નવરાત્રીના આયોજનને બિરદાવ્યુ હતું અને વર્ષે ને વર્ષે આયોજન વધારે સારું થઈ રહ્યું છે તેવું પણ જણાવ્યુ હતું. સાથો સાથ ઉમિયા નવરાત્રીની ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે મોરબી સીરામીક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજાએ પણ હાજરી આપીને ગરબા રમ્યા હતા.

- text

- text