મોરબીના દારૂના ગુન્હામા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


મોરબી એસ.ઓ.જી.ટીમ દ્વારા કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા જિલ્લા પોલીસવડા દ્વારા સુચના અપાતા એસ.ઓ.જી. ટીમ દ્વારા દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

એસઓજી પીઆઇ એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.સ્ટાફે બાતમીના આધારે આંણદ ટાઉન સલાટીયા રોડ, ભાટીજીની મંદિરની બાજુમાં આફરીન-ર વિસ્તારમાં તપાસ કરતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી જાવેદ હારૂન ઉર્ફે અશરફભાઇ મેમન ઉ.વ.૩૪ રહે.હાલ આણંદ,સલાટીયા રોડ, ભાટીજીની મંદિરની બાજુમાં આફરીન-ર વાળાને ઝડપી લઈ ધોરણસર અટક કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને હવાલે કરાયો હતો.

- text

આ કામગીરી મોરબી એસઓજી સ્ટાફના એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટ, પો.હેડ.કોન્સ. શંકરભાઇ ડોડીયા, ફારૂકભાઇ પટેલ, જયપાલસિંહ ઝાલા, કિશોરભાઇ મકવાણા, પ્રવિણસિંહ ઝાલા તથા મયુરધ્વજસિંહ જાડેજા,પો.કોન્સ.નરેન્દ્રસિહ જાડેજા, ભરતસિંહ ડાભી, વિજયભાઇ ખીમાણીયા તથા મહિલા લોકરક્ષક પ્રિયંકાબેન પૈજા રોકાયેલા હતા.

- text