હળવદના બીઆરસી ભવન ખાતે કલા ઉત્સવ યોજાયો

- text


કલા ઉત્સવમાં પ્રાથમિક શાળાઓ માટે વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

હળવદ : હળવદના બીઆરસી ભવન ખાતે ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ નિમિતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કલા ઉત્સવમાં પ્રાથમિક શાળાઓ માટે વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તમામ સ્પર્ધામાં તાલુકાના ૧પ કલસ્ટરના ૧પ-૧પ બાળકો મળી કુલ ૬૦ બાળકોએ ભાગ લીધો હતો.

વકતૃત્વ સ્પર્ધામાં સાંપ્રત સમયમાં ગાંધીજીના વિચારો આધારિત વિષય પર જિજ્ઞાસા વીભાભાઈ ભાડકા મેરૂપર પે.સેન્ટર શાળા પ્રથમ અને ગાંધીજી અને ગાંધીજીના વિચારો વિષય આધારિત કાવ્ય લેખત સ્પર્ધામાં તૃપ્તી વનરાજસિંહ ચૌહાણ મેરૂપર પે.સેન્ટર શાળામાં પ્રથમ તેમજ ગાંધીજી આધારિત ચિત્ર સ્પર્ધામાં ચરાડવા કન્યા પ્રાથમિક શાળાની સોલંકી પ્રેરણા બી. પ્રથમ આવી હતી. જયારે ગાંધીજીના સ્વપ્નનું ભારત વિષય આધારિત નિબંધ લેખન સ્પર્ધામાં ઢવાણા પ્રાથમિક શાળાની સોલંકી શિતલ પ્રથમ નંબર મેળવ્યો હતો. સાથે જ પ્રથમ નંબર મેળવેનાર તમામ સ્પર્ધકોને બીઆરસી ભવન દ્વારા ટ્રોફી એનાયત કરી સન્માનિત કરાયા હતા.

- text

આગામી સમયમાં પ્રથમ નંબર મેળવનાર તમામ સ્પર્ધકો તાલુકા કક્ષાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લાકક્ષાએ ભાગ લેશે. તેમજ પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર મેળવનાર સ્પર્ધકોને રૂ.પ૦૦, ૩૦૦ અને ર૦૦નું રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. તમામ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાનો સમગ્ર તાલુકાને પરિચય કરાવી બાળ પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી કો-ઓર્ડીનેટર પ્રવિણસિંહ ચૌહાણ તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

- text