હળવદના રણજીતગઢ ગામે ભાદરવી અમાસનો ભવ્ય લોક મેળો યોજાયો

- text


સાધુ-સંતોની સત્સંગ સભા બાદ દેરીયારીધામે પવિત્ર તળાવમાં સ્નાન કર્યું

હળવદ : હળવદ રણજીતગઢ ગામે ભાદરવી અમાસના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળો યોજાયો હતો. જેમાં ભગવાન સ્વામિનારાયણની ધુન, કીર્તન અને સત્સંગ બાદ મેળાને ખુલ્લો મુકાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો મેળા મ્હાલવા ઉમટી પડયા હતા.

હળવદ નજીક આવેલ રણજીતગઢ ગામે દર વર્ષની માફક આ વર્ષે પણ લોકમેળો યોજાયો હતો. જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. એક લોકવાયકા મુજબ એવું માનવામાં આવે છે કે, નિલકંઠ વર્ણી બાળ સ્વરૂપે વન વિચારણ દરમિયાન અહીં રણજીતગઢ ગામે પધાર્યા હતા. ત્યારે નજીક આવેલા દેરીયારી ધામ પાસે આવેલ તળાવનું પાણી ખુબ જ ઝેરી હતું અને ગ્રામજનો તળાવનું પાણી પીવા કે અન્ય કોઈપણ રીતે ઉપયોગ કરી શકતા નહોતા ત્યારે નિલકંઠીવર્ણી સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ તળાવમાંથી પાણી લાગ્યા અને ત્યાં ગાયુ ચરાવતા ગોવાળએ લોકીયા અને ગોવાળે કહેલ કે, આ પાણી ઝેરી છે પીસો તો
સીધા યમરાજાને વાલા થશો. અમે અમારી ગાયોને પણ આ પાણી પીવડાવતા નથી. ત્યારે વર્ણીએ કહેલ કે, ઉપાધી કરશો નહીં આ તળાવનું પાણી હવેથી તમે પણ પીવી શકશો અને હવેથી આ પાણી ઝેરી રહ્યું નથી તેમજ નીલકંઠવર્ણીએ તળાવમાં સ્નાન કર્યું હતું. જેથી ત્યારના સમયથી અત્યાર સુધી સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અહીં લોક મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ દિવસે સંતો-મહંતો તેમજ હરિભકતો આ તળાવમાં સ્નાન કરે છે.

- text

 

- text