ખેલ-મહાકુંભની વિવિધ રમતોમાં એલીટ સ્કુલના વિદ્યાર્થીઓનો દબદબો

- text


વિવિધ રમતોમાં એલિટ સ્કુલના વિદ્યાર્થીઓએ મેળવ્યા અવ્વલ નંબર

મોરબી : ખેલ-મહાકુંભ ૨૦૧૮ વિવિધ રમતોમાં એલીટ સ્કુલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેથી તેઓની રાજ્ય કક્ષાએ ફુટબોલ, બેઝબોલ, શોર્ટબોલ, સ્કેટીંગ, ફુટશલ, ટેનીકોઈટ વગેરે રમતોમાં પસંદગી પામેલ છે. હવે આ ખેલાડીઓ રાજ્યકક્ષાના ખેલ-મહાકુંભમાં પોતાનું કૌશલ્ય દાખવશે.

- text

એલીટ ઈન્ટરનેશનલ સ્કુલના કુલ ૧૦૪ વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લઈ રાજ્યકક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સિધ્ધિ બદલ એલિટ ઈન્ટરનેશનલ સ્કુલના પ્રમુખ કલોલા સાહેબ તથા એલિટ પરીવારે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા તેમજ ભવિપ્યમાં પણ ઉતરોતર સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ આપી હતી.

- text