હળવદના રણજીતગઢ ગામે જાહેર મેળામાં પાટલાનો જુગાર રમતા ૨ ઝડપાયા

- text


જાહેર મેળામાં પાટલનો જુગાર ચાલુ હોવાની બાતમીને આધારે દરોડો ૧૪ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો

મોરબી : હળવદ તાલુકાના રણજીતગઢ ગામે યોજાયેલ મેળામાં પાટલાનો જુગાર રમતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી બે આરોપીને રંગેહાથ ઝડપી લઈ રૂ.૧૭,૬૧૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે યોજાયેલ જાહેર મેળામાં જુગારનો પાટલો ચાલુ હોવાની બાતમી મળતા ઇન્ચાર્જ એલ.સી.બી. પીઆઇ આર.ટી.વ્યાસની ટીમે દરોડો પાડ્યો હતો અને જાહેરમાં પાટલો માંડનાર સોંડાભાઈ વશરામભાઈ સાપરા ઉ.૩૪ રે. નવાકુડા, તા. ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર અને (૨) ૫ …મહેન્દ્રભાઇ ધનાભાઇ જાદવ રે. બગોદરા, નવાપરા, જિલ્લો અમદાવાદ વાળાને પાટલાનું સાહિત્ય (કુલ ૬ પોસ્ટર) તથા રૂ.૧૫,૧૧૦, બે મોબાઇલ કી.રૂ.૨૫૦૦ મળી રૂ.૧૭,૬૧૦ ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.

- text

ઉલ્લેખનીય છે કે, રેઇડ દરમ્યાન નાશી જનાર અજાણ્યા ૧૨ ઇસમો મળી કુલ ૧૪ આરોપીઓ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં એલસીબી દ્વારા ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.

- text