મોરબી : ધંધાની ભાગીદારીમાંથી છુટા કરાતા ભાગીદાર દ્વારા ધમકી અપાઈ હોવાની ફરિયાદ

- text


મોરબી : મોરબીમાં ધંધાની ભાગીદારીમાંથી છુટા થયા બાદ ભાગીદાર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના વીશિપરામાં રહેતા અશ્વિનભાઈ નશાભાઈ બાવળિયાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ વિનુભાઈ જીવાભાઈ વાઢેરને પેકેજીંગના કોન્ટ્રાકટ અને મોબાઇલની દુકાનની ભાગીદારીમાંથી છુટા કરી નાખતા તેઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text