મોરબીમાં વરિયા માતાજીના સાનિધ્યમાં સતત ૨૯માં વર્ષે પરંપરાગત નવરાત્રીનું આયોજન

- text


પ્રાચીન ગરબા,સ્તુતિ, દુહા-છંદો દ્વારા નવેય નોરતામાં માતાજીની આરાધના કરાશે

મોરબી : મોરબીમાં વરિયા માતજીના સાનિધ્યમાં વરિયા પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા સતત ૨૯માં વર્ષે પરંપરાગત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૦ થી ૧૯ ઓક્ટોબર દરમિયાન દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી માતાજીની પ્રાચીન ગરબા,સ્તુતિ, દુહા-છંદોથી આરાધના કરવામાં આવશે.

આધુનિક યુગમાં અત્યારે અર્વાચીન રાસોત્સવોનો જબરો ક્રેઝ છે ત્યારે છેલ્લા ૨૮ વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ મોરબીના વરીયા માતાજીનાં સાનિધ્યમાં વરીયા પ્રજાપતિ ગરબી મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવનો આ વર્ષે ૨૯માં વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહયો છે.આ ગરબીની વિશેષતા એ છે કે અહીં માત્રને માત્ર પ્રાચીન ગરબા,સ્તુતિ, દુહા-છંદો દ્વારા નવે નવ નોરતામાં માતાજીની આરાધના કરવામાં આવે છે.

- text

આ નવરાત્રી દરમ્યાન પ્રજાપતિ સમાજના કલાકારો અહીં માતાજીના ગુણગાન કરે છે. પ્રાચીન પરંપરાની અનુભૂતિ કરાવતા આ નવરાત્રી મહોત્સવમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text