લજાઈમાં ગૌસેવાના લાભાર્થે ૧૨ ઓક્ટોબરે યોજાશે નાટક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ

- text


ગૌસેવા કામધેનુ વિસામો ટ્રસ્ટ લજાઈના લાભાર્થે છેલ્લા ૫૧ વર્ષથી ચાલતો સેવાયજ્ઞ

મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ લજાઈ યુવક મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે આગામી તા.૧૨ને શુક્રવારે  પ્રસિદ્ધ નાટક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ રજુ કરવામાં આવશે.

આજથી ૫૧ વર્ષ પૂર્વે ૧૯૬૭માં લજાઈ ગામ સમસ્ત દ્વારા કરાયેલા સંકલ્પને આજે પણ પરિપૂર્ણ કરી ગૌવંશને કતલખાને જતું બચાવવા ગૌ સેવાનો અનોખો યજ્ઞ ચલાવવામાં આવે છે.આ સેવા યજ્ઞના ભાગરૂપે નિરાધાર,અંધ,અપંગ ગાયોની સેવા કરવા માટે દરવર્ષે નવરાત્રીમાં લજાઈ ગામના યુવક મંડળ દ્વારા નાટક રાજુ કરી ફાળો એકત્રિત કરવામાં આવે છે.

- text

આ વર્ષે પણ લજાઈ યુવક મંડના સભ્યો દ્વારા આગામી શુક્રવારે પ્રસિદ્ધ નાટક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને હાસ્ય રસિક કોમિક પણ રજૂ થશે. જેથી ગૌ સેવાના લાભાર્થે યોજાનાર આ નાટક જોવા અપીલ કરી ગાયોના લાભાર્થે ફાળો આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

લજાઈ ગામે ૧૯૬૭થી ચાલતી ગૌશાળામાં ફાળો આપવા માટે શ્રી ગૌ સેવા કામધેનુ વિસામો ટ્રસ્ટ લજાઈ અથવા સદગુરુ ઇલેક્ટ્રોનિક્સ ગોલ્ડન પ્લાઝા,શનાળા રોડ મોરબીનો સંપર્ક સાધવા ટ્રસ્ટની યાદીમાં જણાવી સોહમદત બાપુએ આ ધાર્મિક કાર્યમાં સહભાગી થવા ધર્મપ્રેમી લોકોને અપીલ કરી છે.

- text