મોરબીના વીરપર ગામે ૧૩મીએ નળ દમયંતી યાને દમયંતીનો સ્વયંવર નાટય શો

- text


મોરબી : મોરબીના વીરપર ગામે આગામી તા. ૧૩મીએ નળ દમયંતી યાને દમયંતીનો સ્વયંવર નાટય શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પેટ પકડીને હસાવે તેવા હાસ્ય રસિક કોમિકનું પણ આયોજન કરાયું છે.

મોરબી તાલુકાના વીરપર ગામે નિરાધાર ગૌ માતાના લાભાર્થે સમસ્ત ગામ દ્વારા આગામી તા. ૧૩ને શનિવારના રોજ રાત્રે ૧૦ કલાકે નળ દમયંતી યાને દમયંતીનો સ્વયંવર નાટય શો યોજાનાર છે. આ નાટકની પ્રસ્તુતિ ગૌ સેવા યુવક મંડળ દ્વારા કરવામાં આવશે. આ નાટય શો સાથે પેટ પકડીને હસાવે તેવા હાસ્ય રસિક કોમિક પણ યોજાશે.

- text

 

- text