વાંકાનેર મામલતદાર વી.સી.ચાવડાએ ડ્રાઇવર ઇલિયાસને લાંચની રકમ લેવા મોકલ્યો હતો

- text


ગત તારીખ 28/9 ના રોજ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે સેવાસેતુ ના કાર્યક્રમમાંથી પરત આવતા મામલતદાર અને તેના ડ્રાઈવરે ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પરને પકડેલ અને તેના પર ખાણખનીજ નો કેસ નહીં કરવા માટે લાંચની માંગણી કરવામાં આવેલ

વાંકાનેર : વાંકાનેર તાલુકો કુદરતી સંપદાથી ભરપૂર છે અને આ કુદરતી સંપત્તિને અધિકારીઓની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર ખનન કરી સિરામિક ઉદ્યોગોને પહોંચાડવામાં આવે છે આ ગેરકાયદેસર કૃત્ય માં ખાણખનીજ માફિયાઓને દૂધ પાઈને અધિકારીઓ જ ઉછેરી રહ્યા છે.

જ્યારે જ્યારે ગેરકાયદેસર ખનીજ વિરુદ્ધ કોઈ અરજી કે ફરિયાદ કરવા જાય ત્યારે અધિકારીઓ એવું કહેતા હોય છે કે આના માટે અલગ ખાણખનીજ ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે તમે ત્યાં જાવ અને અરજી કે ફરિયાદોનો નિકાલ કરતા નથી કે સ્વીકારતા નથી અને ખાણ ખનીજ ને તમારી રજૂઆત કરો તેવું ફરિયાદીને કહેવામાં આવે છે પરંતુ ચર્ચાતું સત્ય હકીકત તો એ છે કે આવા પૈસા લાલચુ અધિકારીઓ જે-તે ખનીજ માફિયાઓ સાથે ગુપ્તસંધિ કરી પોતાનુું આર્થિકહિત સાચવી અને ખાણ માફિયાઓ ને છૂટો દોર આપી રહ્યા છે

- text

જો ફક્ત એક જ ગાડી માટે રૂપિયા ૬૦, ૦૦૦ નો વહીવટ હોય તો મોરબી જિલ્લામાં અંદાજિત 2500 જેટલા ડમ્પર સિરામિક માટી, રેતી, કપચી અને અન્ય ખનીજ વહનમાં ચાલે છે, રોડ ઉપર જુઓ એટલે ખબર પડે કે તે બધા ઓવરલોડ હોય છે અને ઓવરલોડ વાહનોમાં કોઈ રોયલ્ટી પાસ હોતા નથી એટલે કે તે ગેરકાયદેસર હોય છે!! તો આ બધાનો કેટલો હતો હશે? કોણ કોણ આ ઉઘરાણા માં સામેલ હશે? આ તો ફક્ત વાહનોની વાત થઈ જે તે જગ્યાએથી આ ગેરકાયદેસર ખનીજ ભરવામાં આવે છે ત્યાં ખાણ પર રહેલા જેસીબી અને હિટાચી મસીનો ના હપ્તા કેટલા? આ બધો હિસાબ કરવામાં આવે તો આંખે અંધારા આવી જાય અને હાં જેના પર સીધી ખનીજની જવાબદારી નથી તેમનો આટલો હપ્તો હોય તો જેના માટે આ ખાણ ખનીજ ખાતુ બનાવ્યું છે તે ખાણ ખનીજ નો હપ્તો કેટલો? મોરબી જિલ્લા એસીબી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરે તો કેટલાયના તપેલા ચડી જાય તેમ છે પરંતુ આવી તપાસ કરે કોણ?

વાંકાનેરમાં ચર્ચાતી વિગતો મુજબ મામલતદારનો આ ડ્રાઈવર છેલ્લા ઘણાં વર્ષોથી વાંકાનેર મામલતદાર ઓફિસમાં જ નોકરી કરે છે તેમની બદલી ક્યાંય થવા દેતો જ નથી, આટલા બધા વર્ષોથી એક જ જગ્યાએ ટકી રહ્યો હોય વાંકાનેર તાલુકા ભરની ગેરકાયદેસર પ્રવૃત્તિ થી વાકેફ છે અને કહેવાય છે કે ક્યારેક તો રાત્રે પણ સરકારી ગાડી લઇ ખનિજ વહન કરતા ડમ્પરોને પકડી અને કેસ નહીં કરવાના પૈસા લીધા બાદ જ ઘરે જાય છે. અગાઉ પણ આ મહાશય સરકારી ગાડી લઇ એક ખનિજ વહન કરતી ગાડી પકડી પરંતુ તેના ફોટા અને વિડીયો શુટીંગ કોઈએ કરી લેતા મફા માફી કર્યા બાદ માંડએ વિગતો છુપાવી હતી. વાંકાનેર મામલતદાર ઓફિસે ચર્ચાય છે કે કોઈપણ મામલતદાર આવે તેનો ખાણખનીજનો વહીવટ તેમના વતી આ ડ્રાઇવર જ કરે છે, આવા ભ્રષ્ટ કર્મચારીઓને લીધે ક્યારેક સાચા ઓફિસરોને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે.

 

- text