મોરબીમાં રઘુવંશી સમાજ આયોજિત ૭મો પરિચય મેળો સફળતાથી સંપન્ન

- text


૩૫૦ યુવક, ૧૨૦ યુવતીઓએ લીધો ભાગ : ૧૨૦૦ રઘુવંશી પરીવારોની ઉપસ્થિતિ : થેલેસેમિયાના ૯૦ ટેસ્ટ કરાયા

મોરબી : મોરબીમાં રઘુવંશી સમાજ આયોજિત ૭મો પરિચય પસંદગી મેળો સફળતાથી સંપન્ન થયો છે. જેમાં ૩૫૦ યુવકો તેમજ ૧૨૦ યુવતીઓએ ભાગ લીધો હતો. આ તકે ૧૨૦૦ જેટલા રઘુવંશી પરિવારો હાજર રહ્યા હતા. આ દરમિયાન ૯૦ જેટલા થેલેસેમિયા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આજ રોજ જલારામ જયંતિ ઉત્સવ સમિતિ તથા લોહાણા મિત્ર મંડળ દ્વારા રઘુવંશી સમાજના યુવક – યુવતીઓ માટે નિઃશુલ્ક પરિચય મેળો યોજાયો હતો. આ મેળામાં કુલ ૧૨૦૦ જેટલા રઘુવંશી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

- text

પરિચય પસંદગી મેળામાં ૩૫૦ યુવક અને ૧૨૦ યુવતીઓએ ભાગ લીધો હતો. મેળા દરમિયાન વિનામૂલ્યે થેલેસેમિયા ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૯૦ લોકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત મેળામાં ૫૦ જેટલા બીએસએનએલના સિમ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા. મેળામાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ ધનરાજભાઈ કોટકની ખાસ ઉપસ્થિતિ રહી હતી. મેળાને સફળ બનાવવા માટે ભુપતભાઈ રવેશીપા, મહેશભાઈ રાજા અને રાજુભાઇ કાથરાણી, રુચિર કારિયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

 

- text