હળવદમાં તોફાન દરમિયાન પોણા કરોડનું નુકશાન : ૧૫૦ લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ

- text


સાગર ટેલિકોમ સહિતની મિલ્કતોમાં ટોળાએ કરેલ નુકશાન મામલે ફરિયાદ

હળવદ : હળવદ બંધના એલાન દરમિયાન ટોળા દ્વારા અનેક દુકાનોને નિશાન બનાવી નુકશાન પહોંચાડતા આ મામલે ૧૦૦ થી ૧૫૦ ના ટોળા વિરુદ્ધ અંદાજે પોણો કરોડનું નુકશાન પહોંચાડવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદમાં જુથ અથડામણ બાદ તા. ૨૭ ના રોજ સવારના સાડા દસ વાગ્યાથી સવા અગ્યારેક વાગ્યા દરમ્યાન બંધના એલાન વચ્ચે ટોળાએ ખાનગી મિલકતોની નિશાન બનાવતા આ મામલે સલીમભાઇ રહીમભાઇ લોલાડીયા ઉવ.૫૨ ધંધો.વેપાર રહે.ખોજાખાના પાસે જુની ટેલીફોન એક્ષ્ચેન્જ, હળવદ જી.મોરબી વાળાએ ૧૦૦ થી ૧૫૦ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં આરોપીઓએ ગુનાહીત કાવતરૂ રચી ગેરકાયદે મંડળી રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરીયાદીની સાગર ટેલીકોમ નામની દુકાનમાં તથા અન્ય સાહેદોની જુદી જુદી દુકાનોમાં તોડફોડ કરી આગ ચાંપી સળગાવી કુલ રૂ.૭૩,૭૦,૦૦૦/- નું નુકસાન કરતા પોલીસે ઇ.પી.કો કલમ ૧૨૦બી, ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૪૩૬ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તમામને ઝડપી લેવા કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

- text