છ વર્ષ પહેલા ગુમ થયેલ યુવકને દિલ્હીથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

- text


વાંકાનેરના યુવકે ઘર છોડી દિલ્હી નોકરી શરૂ કર્યાનું ખુલ્યું

વાંકાનેર : છ વર્ષ પૂર્વે વાંકાનેરથી ગુમ થયેલા યુવાનને મોરબી એલસીબી પોલીસ ટીમે દિલ્હીથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતા પરીવારમાં ખુશીની લાગણી છવાઈ હતી.

જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબી જીલ્લા ખાતેથી ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા અંગે ઇન્ચાર્જ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસને માર્ગદર્શન અને સૂચના આપતા આ અંગે એલસીબી સ્ટાફના પો.કોન્સ. નંદલાલભાઇ પટેલને મળેલ હકિકત આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુમ રજીસ્ટ્રેશન નં.૦૬/૨૦૧૨ તા.૨૭/૬/૧૨ના રોજ ગુમ થનાર જીગ્નેશભાઇ ત્રિભોવનભાઇ વરમોરા ઘરેથી અમદાવાદ જવાનું કહી નિકળી ગયેલ હતો. જે છેલ્લા છ વર્ષથી પોતાના પરિવાર સાથે સપર્કર્મા ન હોય અને દિલ્હી ખાતે ખાનગી નોકરી કરતો હોય જેની સચોટ હકિકત મળી હતી.

- text

બાદમાં એલસીબી ટીમે ગુમ થનારને દિલ્હીથી લાવી મોરબી તેના પરિવારને સોપેલ અને ઘર છોડવા અંગેનું કારણ પુછતા પોતાના પિતાના મગજની અસ્થિરતાને કારણે ઘર છોડેલ હોવાનું જણાવેલ હતું, જો કે છ વર્ષ બાદ આ યુવાનનું પરિવાર સાથે મિલાન થતા પરિવારમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી.

- text